એ બધી જ વાતો જે તમારે મ્યુચ્યુઅલ ફંડ ડીવીડંડ વિશે જાણવી જોઈએ

વર્ષો પહેલાં જયારે મેં મારું પહેલું મ્યુચ્યુઅલ ફંડ ઇન્વેસ્ટમેંટ કર્યું હતું, તો એ મેં મારા પૈસા વધારવા માટે કર્યું
હતું. ત્યારે, મ્યુચ્યુઅલ ફંડ એજન્ટે, જે પોતાને “સલાહકાર” તરીકે ઓળખાવાતો હતો અને બેંકમાં RM હતો,
તેણે મને “ડીવીડંડ” પ્લાનને બદલે “ગ્રોથ” પ્લાન લેવાની સલાહ આપી- કારણ કે “ગ્રોથ” પ્લાન લોંગ ટર્મ
ઇન્વેસ્ટર માટે યોગ્ય હતો, જયારે “ડીવીડંડ” પ્લાન એવા લોકો માટે વધારે અનુકુળ હતો જે નિયમિત ડીવીડંડ
ઇન્કમ ઈચ્છતા હતા.
હું એવું માનતો હતો કે,મ્યુચ્યુઅલ ફંડના ડીવીડંડ પ્લાનમાં રોકેલા પૈસા, ડીવીડંડ આપવાવાળી કંપનીઓમાં
રોકવામાં આવતા હશે અને એ કંપનીઓ દ્વારા આપવામાં આવેલું ડીવીડંડ આપણને આપવામાં આવતું હશે.પરંતુ
એ પછી મને આશ્ચર્ય થતું કે મોટા ભાગની મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ ડીવીડંડ કેવી રીતે આપી શકે છે? મોટાભાગની
ભારતીય કંપનીઓ વાર્ષિક ડીવીડંડ આપે છે, તો પછી મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ દર ત્રણ મહીને ડીવીડંડ ક્યાંથી આપે છે?
થોડા સમય પહેલાં હું ભારતમાં ડીવીડંડ ઇન્વેસ્ટમેંટની પોલીસી પર રીસર્ચ કરી રહ્યો હતો – અને ત્યારે મને
ખબર પડી કે આટલાં વર્ષો પછી પણ, મ્યુચ્યુઅલ ફંડ ડીવીડંડ વિષે અને તેના કામકાજ વિષે આપણે કાંઈ
જાણતા જ નથી. આજે પણ, કેટલાયે રોકાણકાર એવું માનીને ડીવીડંડ પ્લાન પસંદ કરે છે કે તેમને વધુ ઇન્કમ
મળશે, પણ ભાગ્યે જ આવું થાય છે.
આ લેખમાં એ બધી જ વાતોનો સમાવેશ કરવામાં આવ્યો છે જે તમારે મ્યુચુઅલ ફંડ ડીવીડંડ વિષે જાણવી
જરૂરી છે.
મ્યુચ્યુઅલ ફંડ ડીવીડંડ વિષે જરૂરી વાતો
- ભારતીય રોકાણકારને આપવામાં આવતી પ્રત્યેક ઇક્વિટી ઓરિયંટેડ મ્યુચ્યુઅલ ફંડ યોજનામાં ગ્રોથ પ્લાન
અથવા તો ડીવીડંડ પ્લાનનો વિકલ્પ હોય છે.- ડીવીડંડ પ્લાનમાં રોકાણકારને નિશ્ચિત સમય બાદ ડીવીડંડ મળે છે.
- ગ્રોથ પ્લાનમાં કોઈ ડીવીડંડ મળતું નથી.
- ડીવીડંડ આપવા સિવાય આ બે પ્લાનમાં કઈ ફરક નથી – બંને પ્લાન માટે મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓ એક જ પોર્ટફોલિયો રાખે
છે અને તેને એક જ ફંડ મેનેજર એક જ રીતે ઇન્વેસ્ટ કરે છે. - Tતેમાં ફરક ફક્ત ગ્રોથ પ્લાન અને ડીવીડંડ પ્લાનના અલગ-અલગ NAVs માં દેખાય છે.
- ફંડ મેનેજર પાસે ડીવીડંડ આપવું, ન આપવું કે કેટલું આપવું આ નિર્ણય લેવાની અંતિમ સત્તા હોય છે.
- ફંડ મેનેજર એ પણ નક્કી કરે છે કે તમને ડીવીડંડ આપવા માટે જરૂર પડ્યે કયા શેર વેચવા.
- આ રકમને મ્યુચ્યુઅલ ફંડના રીઝર્વમાંથી પણ લઇ શકાય છે, ખાસ કરીને એવા વર્ષોમાં જયારે મ્યુચ્યુઅલ ફંડને
જોઈએ તેટલો નફો ના થયો હોય. - મ્યુચ્યુઅલ ફંડે ડીવીડંડ આપવું જરૂરી છે, ભલે તેને ખોટ આવી હોય. કારણ કે એવું ન કરવાથી ઘણા રોકાણકારો નારાજ થઇ
શકે છે.
ડીવીડંડ પ્લાન્સ અને ડીવીડંડ સ્ટ્રેટેજીસ બંને અલગ-અલગ વાત છે
- ડીવીડંડ પ્લાનમાં રોકાણ કરવાનો મતલબ એવો નથી કે તે પૈસા મ્યુચ્યુઅલ ફંડ ફક્ત સારું ડીવીડંડ આપવાવાળી
કંપનીઓ/શેરમાં ઇન્વેસ્ટ કરશે.. - હકીકતમાં, ફક્ત 6 મ્યુચ્યુઅલ ફંડ પ્લાન છે જે વધુ ડીવીડંડ આપવાવાળી કંપનીઓમાં રોકાણ કરે છે. આ ફંડ
SEBIની “ઇક્વિટી થીમેટીક- ડીવીડંડ યીલ્ડ” કેટેગરીમાં આવે છે, અને આ મ્યુચ્યુઅલ ફંડ આ પ્રમાણે છે :
ટેમ્પલટન ઇન્ડિયા ઇક્વિટી ઇન્કમ ફંડ અને બીજા 5 ડીવીડંડ યીલ્ડ ઇક્વિટી ફંડવાળી, આદિત્ય બિરલા સન
લાઈફ,ICICI પ્રુડેન્શિયલ, IDBI, પ્રિન્સીપલ, અને UTI. - મોટા ભાગના મ્યુચ્યુઅલ ફંડનો ઉદ્દેશ વધુ ડીવીડંડ આપવાવાળી કંપનીઓ શોધવાનો અને તેમાં રોકાણ
કરવાનો હોતો નથી, પણ તેમનો ઉદ્દેશ માત્ર થોડી રકમ રોકાણકારને પાછી આપવાનો જ હોય છે.
NAV ઉપર ડીવીડંડનો પ્રભાવ
- ડીવીડંડ આપવાના જુદા જુદા વિકલ્પ પહેલેથી નક્કી હોય છે અને રોકાણકાર તેમાંથી પસંદ કરી શકે છે.
- ક્વાર્ટરલી (ત્રિમાસિક) અને વાર્ષિક સૌથી સામાન્ય વિકલ્પ છે, જો કે ઘણા મ્યુચ્યુઅલ ફંડમાં માસિક કે અર્ધ-
વાર્ષિક (છ મહિના) વિકલ્પ પણ ઉપલબ્ધ છે. - ડીવીડંડ આપવાના અલગ-અલગ પ્લાનમાં જુદી-જુદી NAV હોય છે, અર્થાત જો કોઈમાં 4 ડીવીડંડ પ્લાન
છે, તો તે પ્લાનમાં દરેકની પોતાની અલગ NAV હશે. - રોકાણકારના ખાતામાં જેટલું ડીવીડંડ જમા થાય છે, તેટલી જ રકમ તે દિવસે તેની NAV માંથી ઓછી થઇ
જાય છે. - ઉદાહરણ તરીકે, જો સ્કીમમાં NAV રૂ.100 છે અને ડીવીડંડ રૂ.5/યુનિટ છે, તો જે દિવસે ડીવીડંડ આપવામાં
આવશે, તે જ દિવસે તેની NAV રૂ. 95 થઇ જશે.
સ્ટોક ડીવીડંડ અને NAV માં તફાવત
- જયારે કંપની સ્ટોક ઉપર ડીવીડંડ આપે છે, ત્યારે માર્કેટ એને એક મજબૂત સંકેત ગણે છે કે કંપની સારો નફો
કરી રહી છે જેથી કંપની પોતાનો વિકાસ કર્યા પછી પણ થોડી રકમ રોકાણકારને પાછી પણ આપી રહી છે. - તેના પરિણામે જયારે કંપની ડીવીડંડ આપે છે ત્યારે સામાન્ય રીતે આ પોઝીટીવ સિગ્નલ ના લીધે સ્ટોકની
કીમત ડીવીડંડ ની રકમ જેટલી ઓછી થતી નથી સ્ટોક ડીવીડંડની સિગ્નલીંગ ઈફેક્ટ વિશે વધુ જાણવા , આ
બ્લોગપોસ્ટ જુઓ - મ્યુચ્યુઅલ ફંડ ઉપર સિગ્નલીંગ ઈફેક્ટ લાગુ પડતી જ નથી.
- ડીવીડંડ આપવા છતાં NAV વધતી નથી.
- હકીકતમાં, ડીવીડંડ ન આપવાથી હમેશા ઇન્વેસ્ટર નારાજ થઇ જાય છે, તેથી ઘણા મ્યુચ્યુઅલ ફંડને
મજબૂરીમાં માર્કેટમાંથી કેપિટલ કાઢવી પડે છે. વાસ્તવમાં,કેપિટલ ન કાઢી હોત તો વધારે ફાયદો થઇ શકત.
- જયારે સ્ટોક,ડીવીડંડ જાહેર કરે છે ત્યારે મૂળ ઇન્વેસ્ટમેંટ તો રહે જ છે,ઉપરાંત કમ્પાઉન્ડીંગની અસર પણ રહે
છે – આપવામાં આવેલ કોઈ ડીવીડંડ મૂળ ઇન્વેસ્ટમેંટની રકમ ઓછી કરતુ નથી.જયારે મ્યુચ્યુઅલ ફંડ
ડીવીડંડના કેસમાં કમ્પાઉન્ડીંગ ઈફેક્ટ ઓછી થઇ જાય છે કેમકે તે સમય સમય પર ઇન્વેસ્ટમેંટને ઓછુ કરે છે.
ડબલ ટેક્સેશન
- મ્યુચ્યુઅલ ફંડમાં ડીવીડંડ પર પહેલેથી જ ટેક્ષ (DDT) લાગી જાય છે, પછીથી લાગતો નથી.
- જો તમે ઇન્વેસ્ટમેંટમાંથી નિશ્ચિત સમય પર કઈક આવક ઈચ્છો છો તો ડીવીડંડ પ્લાનના બદલે ગ્રોથ
પ્લાનમાં ઇન્વેસ્ટ કરીને નિશ્ચિત સમયે પૈસા કાઢવાની સીસ્ટમ બનાવી શકો છો.- ડીવીડંડ ના રૂપમાં મળેલી બધી જ રકમ પર ટેક્ષ (DDT) આપવાને બદલે આવા કેસમાં, રોકાણકારને ફક્ત
પ્રોફિટ પર જ ટેક્ષ આપવો પડે છે.
- ડીવીડંડ ના રૂપમાં મળેલી બધી જ રકમ પર ટેક્ષ (DDT) આપવાને બદલે આવા કેસમાં, રોકાણકારને ફક્ત
- ધારો કે કોઈ મ્યુચ્યુઅલ ફંડ ફક્ત એક સ્ટોકમાં ઇન્વેસ્ટ કરે છે અને તેનું ડીવીડંડ ઇન્વેસ્ટરને આપે છે તો
મ્યુચ્યુઅલ ફંડ ડીવીડંડ પર ટેક્ષ (DDT) લાગી જશે.- જો રોકાણકાર પોતે તે જ સ્ટોકમાં તેટલું જ ઇન્વેસ્ટમેંટ કરે તો ડીવીડંડ પર 10 લાખની રકમ સુધી કોઈ ટેક્ષ
લાગશે નહિ.
- જો રોકાણકાર પોતે તે જ સ્ટોકમાં તેટલું જ ઇન્વેસ્ટમેંટ કરે તો ડીવીડંડ પર 10 લાખની રકમ સુધી કોઈ ટેક્ષ
તારણ
- મ્યુચ્યુઅલ ફંડ ડીવીડંડ પ્લાનમાં સામાન્ય રીતે ડીવીડંડની રકમ પર ધ્યાન અપાતું નથી. મ્યુચ્યુઅલ ફંડે પહેલેથી
લખીને આપ્યું હોય તો જ તેના પર ધ્યાન અપાય છે. - તેના બદલે મ્યુચ્યુઅલ ફંડનું ધ્યાન રોકાણકારને નિશ્ચિત સમયે નિશ્ચિત રકમ આપવામાં જ હોય છે, નહિ કે
ઇન્કમ પર.- જો ઇન્વેસ્ટમેંટનો હેતુ નિશ્ચિત સમયે કઈક નિશ્ચિત રકમ કાઢવાનો હોય તો, આ ડીવીડંડ પ્લાનની
સરખામણીએ ઉપર ચર્ચા કર્યા પ્રમાણે વધારે ટેક્ષ-બેનીફીટથી મળી શકે છે,
- જો ઇન્વેસ્ટમેંટનો હેતુ નિશ્ચિત સમયે કઈક નિશ્ચિત રકમ કાઢવાનો હોય તો, આ ડીવીડંડ પ્લાનની
- બીજી બાજુ, જો ઇન્વેસ્ટમેંટમાંથી નિશ્ચિત આવક મેળવવાનો હેતુ હોય તો પછી, રોકાણકારે સીધું જ
સ્ટોકમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ. - તેના માટે એવી કંપનીઓ શોધવી જોઈએ, જે પહેલેથી જ ડીવીડંડ આપતી હોય/ વધારતી આવી હોય.
- જો તમને આ અઘરું લાગતું હોય, અથવા સતત માર્કેટ રીસર્ચ કરવાનો અને અપડેટેડ રહેવાનો સમય ન હોય
તો, અમે ચાર અલગ-અલગ સ્મોલકેસ બનાવેલ છે, જે તમારા બદલે આ કામ કરી આપશે.
[cta color=”blue” title=”Dividend Investing smallcases” url=”https://www.smallcase.com/collection/582dc35b550ff79c82b410fd?utm_source=blog&utm_medium=post&utm_campaign=mfdividends_cta” button_text=”See Details”]Diversified stock portfolios that focus on earning dividends[/cta]